ભરૂચ: પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 1309 ગુના દાખલ કરાયા, ભાડુઆતો અંગે ન કરાવી હતી નોંધણી

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર ૧૩૦૯ મકાન માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

New Update
ભરૂચ પોલીસ એક્શનમાં

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર ૧૩૦૯ મકાન માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ  દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,જેમાં ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી છે,પરંતુ તેમ છતાં કેટલાક મકાન માલિકો આ બાબતે ઉદાસીન રહીને ભાડા કરારની નોંધણી નથી  કરાવી.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં SOG,ભરૂચ એ અને બી ડિવીઝન,શહેર સી ડિવિઝન,ભરૂચ તાલુકા પોલીસ, નબીપુર, પાલેજ,મેરિન, આમોદ,અંકલેશ્વર એ-બી ડિવિઝન,અંકલેશ્વર તાલુકા,અંકલેશ્વર જી.આઈ.ડી.સી.તેમજ પાનોલી જી.આઈ.ડી.સી,હાંસોટ,વાલિયા,ઉમલ્લા,ઝઘડિયા પોલીસ સ્ટેશન,ઝઘડિયા જીઆઇડીસી,રાજપારડી અને નેત્રંગ પોલીસ સ્ટેશન મળીને કુલ ૧૩૦૯  જેટલા મકાન માલિકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Stories