New Update
ભરૂચ પોલીસની કાર્યવાહી
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કાર્યવાહી
અલગ અલગ 4 ગુના દાખલ કરાયા
અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કુલ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન અપાવવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા.આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન અપાવવાના બહાને રૂ. પાંચ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેષ વાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈપણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
Latest Stories