ભરૂચ: અસામાજિક તત્વો સામે પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ, 61 આરોપીની અટકાયત- 23ને તડીપાર કરવા દરખાસ્ત

ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.

New Update
ભરૂચ પોલીસની કડક કાર્યવાહી
Advertisment
અસામાજિક તત્વો સામે કાર્યવાહી
61 આરોપીઓની અટકાયત કરાય
23 આરોપીઓને તડીપાર કરવા દરખાસ્ત
11 આરોપીઓના જામીન રદ્દ કરાવાયા
ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.
Advertisment

સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ પગલા ભરવાના આદેશ અપાતા ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા 23 દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોના મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન ૨૨ પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. આ તરફ 11 આરોપીઓના જામીન રદ કરાવવામાં આવ્યા છે જ્યારે 61 આરોપીઓ સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો પોલીસ દ્વારા દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ અસામાજિક તત્વોના મકાનમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસની મેગા ડ્રાઇવના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisment
Latest Stories