ભરૂચ: બિસ્માર માર્ગના પ્રશ્ને આંદોલન કરવા જતા MLA ચૈતર વસાવાનો કાફલો પોલીસે અટકાવ્યો !

ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update

ભરૂચની મુલદ ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રસ્તા રોકો આંદોલન કરવા જતા પોલીસ દ્વારા  તેઓનો  કાફલો રોકી દેવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલદ ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો અને તેઓને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું ત્યારે વહેલી તકે માર્ગના સમારકામની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે
Latest Stories