ભરૂચ: 31st ડિસે.ને લઈ પોલીસનું સઘન વાહન ચેકીંગ, દંડનીય કાર્યવાહી હાથ ધરાય

31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું ભરૂચમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

New Update
Advertisment
  • ભરૂચ પોલીસનું વિશેષ વાહન ચેકીંગ

  • 31st ડીસે.ને લઇ વાહન ચેકીંગ હાથ ધરાયુ

  • સર્કલો અને મુખ્ય માર્ગ પર ચેકીંગ

  • દારૂની હેરાફેરી અટકાવવા પ્રયાસ

  • દંડનીય કાર્યવાહી કરવામાં આવી

Advertisment
ભરૂચ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત સર્કલો પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું ભરૂચમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરના દિવસે વર્ષ 2024ને વિદાય આપી વર્ષ 2025ને આવકારવા ભારે ઉત્સાહ શહરભરમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે ભરૂચ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના પૂર્વ રાત્રિના દારૂની મેહફીલો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગતરોજ રાત્રિના સમયે શહેરના કશક સર્કલ, શીતલ સર્કલ ,ઝાડેશ્વર ચોકડી, એબીસી ચોકડી, શક્તિનાથ સર્કલ, સ્ટેશન સર્કલ, પાંચબત્તી સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તદુઉપરાંત ફોરવીલર ગાડીમાં લગાવેલ બેલ્ક ફિલ્મને પણ દૂર કરી પોલીસ દ્વારા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories