ભરૂચ: બિહારમાં પોલીસકર્મીઓએ રીક્ષા ચાલકનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ !

ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો

New Update
  • ભરૂચ પોલીસને મળી મોટી સફળતા

  • ભરૂચ પોલીસની ટીમ પહોંચી બિહાર

  • બિહારમાં રીક્ષાચાલકનો વેશ ધારણ કર્યો

  • 15 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

  • પેરોલ જમ્પ કરી ફરાર હતો આરોપી

Advertisment
છેલ્લા પંદર વર્ષથી ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કેદી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુતને ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના હુકમ આધારે તારીખ-૧૮-૯-૨૦૧૦ના રોજથી સાત દિવસ માટે વચગાળા જામીન રજા પર મુક્ત થયા બાદ તે ફરી જેલમાં હાજર નહિ થઇ ફરાર થઇ ગયો હતો.
છેલ્લા પંદર વર્ષથી ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં ફરાર થયેલ હાલ બિહારમાં નાલંદા ખાતે રહે છે.જેવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી બાતમી મળતા ભરૂચ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ જયેન્દ્રસિંહ મહોબતસિંહ,કીર્તિકુમાર તેમજ દિપકકુમારે બિહાર પહોંચી રીક્ષા ડ્રાઇવર તરીકે સ્થાનિક વેશભુષા ધારણ કરી બે દિવસની મહેનત બાદ બિહારના નાલંદા ખાતેથી આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories