ભરૂચ:પોલીસનો માનવતાવાદી અભિગમ, સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત !

સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું

New Update
  • ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ

  • નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત

  • સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

  • પોલીસે દર્દીઓને સુરક્ષા-સલામતીનો અનુભવ કરાવ્યો

  • આઈસ્ક્રીમનું પણ વિતરણ કરાયુ

ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું

ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઇ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી.

આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.