ભરૂચ: જંબુસરના પીલુદરા ગામે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાય

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચના જંબુસર પંથકમાં આયોજન

  • પીલુદરા ગામે આયોજન કરાયુ

  • પ્રબોધજીવન સ્વામીની શોભાયાત્રાનું આયોજન

  • સત્સંગ સભા પણ યોજાય

  • મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજીચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. સ્વામીજીના બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગણાદ ખાતેથી પ્રારંભ કરાયો 
બીજા દિવસે પીલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં  સત્સંગ સભા યોજાઇ હતી.જેમાં પ્રબોધ જીવન સ્વામીજીએ આશિષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ.
Latest Stories