ભરૂચ: સાયબર એરેસ્ટ સામે સાવચેતી સલામતી એ જ સુરક્ષા,લોકોએ જાગૃત થવાની જરૂર

ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો

New Update
  • સાયબર એરેસ્ટની વધી રહેલી ચિંતા જનક ઘટના 

  • સાવચેતી સલામતી એ જ સુરક્ષા

  • ભરૂચ પોલીસે લોકોને સાવચેત રહેવા કરી અપીલ

  • ફ્રોડની ઘટનામાં સાયબર હેલ્પલાઇન 1930નો કરવો સંપર્ક 

  • લોકોને જાગૃત કરવાનો પોલીસનો પ્રયાસ 

ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે.જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સીટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે.જેને આપણે સાયબર ક્રાઈમના નામથી ઓળખીએ છે.આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે.જેમાં મોબાઈલ,કોમ્પ્યુટરટેબલેટ,લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે.

આ પ્રકારના ફ્રોડનો શિકાર બનાવવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી.જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે.જેમાં જોવા જઈએ તો જોબ,લોન,સીમ કાર્ડક્રેડિટ કાર્ડ,મેટ્રીમોનિયલ,ઈન્સ્યોરન્સ,લોટરી સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી સી.કે.પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી.આ બાબતે સી.કે પટેલે જણાવ્યું હતું.કે,ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી પરંતુ આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે. અથવા કોઈ મહિલાએ તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે.

જોકે આવા લોકો સિનિયર સીટીઝન વધારે પડતા ગભરાઈ જતાં હોય અને તેમની વાતોમાં આવી જતા હોય છે. જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે,હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને મદદ માગવી જોઈએ જેથી મોટી છેતરપિંડીથી બચી શકાય છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.