ભરૂચ: નર્મદા નદીના કિનારે મહાપર્વ છઠ પૂજાની ઉજવણી માટે તડામાર તૈયારી શરૂ, MLA રમેશ મિસ્ત્રીએ કર્યું નિરીક્ષણ

ભરૂચમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

New Update
  • ભરૂચમાં ઉજવાશે છઠનું મહાપર્વ

  • દિનકર સેવા સમિતિ દ્વારા આયોજન

  • નર્મદા પાર્ક ખાતે ભવ્ય આયોજન

  • તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કર્યું નિરીક્ષણ

ભરૂચમાં નર્મદા નદીના કિનારે મહાપર્વ એવા છઠ પૂજા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.
ભરૂચમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાપર્વને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.તેના અનુસંધાને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્ય શૈલજા પટેલ, તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનોએ છઠ ઘાટની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ જિતેન્દ્ર રાજપૂત, ઉપાધ્યક્ષ વિશ્વરંજન શ્રીવાસ્તવ,  ચંદ્રશેખર મિશ્રા, શ્રી રાજેન્દ્ર શર્મા,  રામ ગ્યાસ અને ભોળા ચૌહાણ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories