ભરૂચ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર નરાધમ આચાર્યની ધરપકડ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની સાથે બન્યો હતો બનાવ

  • શાળાના આચાર્યએ કર્યું હતુ અયોગ્ય વર્તન

  • પોક્સો અને દુષ્કર્મ હેઠળ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ

  • પોલીસે ફરાર આરોપીની કરી ધરપકડ

Advertisment
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 3 દિવસથી આચાર્ય ફરાર હતો જેને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના 3 દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
બે વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચઢ્યો હતો. દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એ.એચ.ટી.યુની ટીમે તપાસ શરૂ કરી હતી. મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે. જેને લોકઅપના સળિયા પાછળ ધકેલાયો છે.
Latest Stories