ભરૂચ: વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ  યોજાયો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આંબેડકર ભવન ખાતે આયોજન કરાયું

  • ઇનામ વિતરણ સમારોહ યોજાયો

  • સમાજના નિવૃત્ત પોલીસકર્મીઓનું કરાયુ સન્માન

  • આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ  યોજાયો હતો.
ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના ડો.બાબસાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દિવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,  ચેનલ નર્મદાના ડીરેક્ટર નરેશ ઠક્કર, સામાજિક આગેવાન ધનજી પરમાર,સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરીયા, કનું પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓ અને  તેજસ્વી તારલાઓને સિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories