ભરૂચ : કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના આશાસ્પદ યુવાનનું મોત, વતન રહેતા પરિવારજનોમાં શોકની લાગણી...

ભરૂચ જિલ્લાના આમોદ નગરના રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો. જ્યાં તેઓનું અકસ્માતમાં મોત નીપજ્યું

New Update
  • આમોદના આશાસ્પદ યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત

  • ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 25 વર્ષીય યોવાકનું મોત

  • 3 વર્ષથી ઋષભ લિંબચીયા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા રહેતો હતો

  • કાર અને ટ્રક વચ્ચેના ગોઝારા અકસ્માતનો વિડીયો સામે આવ્યો

  • આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પરિજનોમાં શોકની લાગણી 

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદના આશાસ્પદ યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મળતી માહિતી અનુસારમૂળ ભરૂચ જિલ્લાના આમોદ નગરના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો.

જે ગત તા. 13 ફેબ્રુઆરી-2025ની રાત્રિએ 1 વાગ્યાના અરસામાં કેનેડાના બ્રેમટન ખાતેથી કાર લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન ઓવરટેક કર્યા બાદ સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા સામેથી આવતી ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઋષભ લિંબચીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. જોકેઅકસ્માતની ગોઝારી ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજતા વતન રહેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Advertisment
Latest Stories