New Update
-
મોદીના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરાયું
ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ખાતે મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું
હાંસોટમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કાર્યક્રમ યોજાયો
ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું
કાર્યક્રમનો ઉપસ્થિત લાભાર્થીઓએ લીધો લાભ
ઉપસ્થિતોએ નિહાળ્યું વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્નારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને વચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો. - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું તે અંર્તગત ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ગામની નિલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ઉપસ્થિત મંત્રી ડો.કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે અમે રાજનીતિ માટે નહિ પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે 2014 થી દેશના તમામ ક્ષેત્રોમાં બાદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,ડી.કે સ્વામી એ પણ પ્રસંગોચિત ઉદબોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી. - આ પ્રસંગે વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી, સહિત અન્ય ઉચ્ચ અઘિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories