New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ
નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
પોલીસે પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો
નેશનલ હેરાઇડ કેસમાં કોંગ્રેસના આગેવાનોના કઠિત ભ્રષ્ટાચાર ના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ કાર્યાલય નજીક જ યોજાયેલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પૂતળાદહનનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો
વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારી એજન્સીઓનો દૂર ઉપયોગ કરી ખોટા કેસો કરી રહી છે. 2027ની ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે માટે આ પ્રકારના હઠકંડા તેઓ દ્વારા અપનાવવામાં આવે છે