ભરૂચ : પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાનો વિરોધ, "એકતા એક લક્ષ્ય સંગઠન” દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...

પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસાના વિરુદ્ધમાં ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં "એકતા એક લક્ષ્ય સંગઠન” દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાનો વિરોધ

  • ગુજરાતમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા

  • એકતા એક લક્ષ્ય સંગઠન-ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • શક્તિનાથ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું

  • પશ્વિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી

પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસાના વિરુદ્ધમાં ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં "એકતા એક લક્ષ્ય સંગઠન” દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં ગુજરાતભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે ભરૂચ શહેરમાં પણ "એકતા એક લક્ષ્ય સંગઠન” દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરના શક્તિનાથ સર્કલ ખાતે સંગઠનના આગેવાનો અને તમામ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથેના પ્લે-કાર્ડ લઈ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. વધુમાં "એકતા એક લક્ષ્ય સંગઠનના સભ્યોએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પુનઃ સ્થાપિત થાય તે માટે પશ્વિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભારત સરકારને સમક્ષ માંગ કરી હતી.