ભરૂચ: પીએફ કચેરી ખાતે કર્મચારી પેન્શન યોજનાનાં વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન

ભરૂચ શહેરના પ્રોવિડન્ટ ફંડની કચેરી ખાતે કર્મચારી પેન્શન સ્કીમ યોજનાનાં વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

New Update

ભરૂચ શહેરના પ્રોવિડન્ટ ફંડની કચેરી ખાતે કર્મચારી પેન્શન સ્કીમ યોજનાનાં વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

ભરૂચ શહેરના પાંચબત્તી નજીક આવેલ પ્રોવિડન્ટ ફંડ કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને પીએફ કમિશનરને પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ દ્વારા વર્ષ 1995માં જે કર્મચારી પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા 1000 ચુકવવામાં આવે છે તેમાં રૂપિયા 5000 ચૂકવવા માટે માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતિષ પરમાર,સુરત વિભાગ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories