ભરૂચ : કાસદમાં ડમ્પિંગ સાઈટ મુદ્દે પુનઃ વિરોધનો વંટોળ, ગ્રામજનોએ વાહનો અટકાવ્યા..!

ભરૂચના કાસદના યુવાનોએ  પુનઃ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ કરી વાહનો અટકવ્યા હતા. જેના પગલે પાલિકા દ્વારા પુનઃ અંક્લેશ્વરની ડમ્પિંગ સાઈટ શરૂ કરી

New Update
4 amc

4

Advertisment

ભરૂચના કાસદના યુવાનોએ  પુનઃ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ કરી વાહનો અટકવ્યા હતા. જેના પગલે પાલિકા દ્વારા પુનઃ અંક્લેશ્વરની ડમ્પિંગ સાઈટ શરૂ કરી કામચલાઉ ધોરણે સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરાયો છે.

Advertisment

 ભરૂચ નગરપાલિકા તથા અન્ય ગામોનો કચરો ગેરકાયદેસર રીતે કાસદ ગામની સીમમાં નાખવામાં આવતો હતો. આ કચરો નાખવાથી કાસદ તથા આજુબાજુના ગામના લોકોને હાલાકી વેઠવી પડતી હતીતથા ડમ્પિંગ સાઈટના કારણે ખેડૂતોને પણ ઘણી તકલીફો પડતી હતી. આ ડમ્પિંગ સાઈટની બાજુમાં જ ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય કેનલ આવેલી છે. આ પાણીમાં ડમ્પિંગ સાઈટનો કચરો પડવાથી પાણી દૂષિત થતાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે. જેથી  કાસદ ગામના જાગૃત યુવાનો દ્વારા આ ડમ્પિંગ સાઈટ પર કચરો નાખવા આવતા વાહનોને અટકાવીને ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઈટને બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતીજ્યારે કાસદ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ નગરપાલિકાને પણ તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સાઈટ બંધ કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે. જોકેગ્રામજનોના વિરોધ બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા કાસદ ડમ્પિંગ સાઈટને હાલ પુરતી બંધ કરી અગાઉ ચાલતી અંક્લેશ્વરની ડમ્પિંગ સાઈટને કામચલાઉ ધોરણે શરૂ કરી ત્યાં ગાર્બેજ ડમ્પ કરવામાં આવી રહ્યું છે. જોકેગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી કાયમી ધોરણે આ સમસ્યાનું નિવારણ આવશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ પણ આ ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઈટને ગ્રીન ટ્રીબ્યુનલ તથા GPCB દ્વારા ભરૂચ નગરપાલિકા સામે નોટિસો આપવામાં આવી છેતથા સૂઓ મોટો પણ દાખલ થઈ છેત્યારે ખરેખર ડમ્પિંગ સાઈટની સમસ્યાનો ઉકેલ આવશે કેકેમ તે હવે જોવું રહ્યું.

Latest Stories