ભરૂચ: નેશનલ રોડ સેફટી માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ બાઈક રેલી નિકળી

નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં  ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી

  • જન જાગૃતિ બાઈક રેલીનું આયોજન

  • કલેકટર કચેરી ખાતેથી કરાવાયું પ્રસ્થાન

  • ટ્રાફિક બ્રિગેડના જવાનો રેલીમાં જોડાયા

Advertisment
ભરૂચમાં નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા હતા. નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં  ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતેથી બાઈક રેલી નિકળી હતી જેનું પ્રાંત અધિકારી એન.આર.ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ,પંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેકટર કચેરી ખાતે પહોંચી હતી જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે  ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ભાવના મહેરિયા, આર.ટી.ઓ.ના અધિકારી મેઘલ ભંગાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો.
Latest Stories