ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આજરોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુકમણી દેવી રૂંગટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા. આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી.નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળમેળો, મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું