વ્યાજખોરો સામે ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા જનજાગૃતિ સેમિનાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકો વ્યાજના વિષચક્રમાં ન ફસાઈ તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા આજરોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો વ્યાજખોરીના  વિષચક્રમાં ન ફસાઈ તે માટે લોકોને જાગૃત કરવા આ સેમીનાર યોજાયો હતો. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં ભરૂચ વિભાગ પોલીસવાડા સી. કે. પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અને લોકોને સરકારની તેમજ બેંકની વિવિધ સ્કીમ અંગે માહિતી આપવામાં આવી હતી જો કોઈને રૂપિયાની જરૂર હોય તો તેઓ સરકારની વિવિધ સ્કીમ અથવા બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન લઈ તેઓની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે પરંતુ વ્યાજખોરીના વિષચક્રમાં ન ફસાઈ તે માટે લોકોને સમજણ આપવામાં આવી હતી. સાથે જ આવા બનાવોમાં પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી બાબતે માહિતી આપવામાં આવી હતી
Latest Stories