ભરૂચ : ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દરોડા, રૂ. 9 લાખથી વધુની વીજ ચોરી ઝડપાય...

 ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
Rajpardi DGVCL

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથીજ DGVCL વીજ કંપનીની GUVNL તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરતવડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ આકસ્મિક વીજ ચેકિંગ દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની રકમની વિજચોરી ઝડપાય હતી. 

વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસારભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વણાંકપોરભાલોદઓરપટારરાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 22 ટીમો25 વાહનો100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ વીજ ચેકિંગ દરમિયાન 840 જેટલાં વીજ જોડાણો તપાસવામાં આવતા 21 જેટલાં વીજ જોડાણોમાં ગેરરીતીઓ જણાઈ આવી હતી. અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતાઓને 9 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીંવીજ ચોરી કરનારાઓના લંગરોકેબલોવાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.