ભરૂચ : રૂ.2.36 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ગોદી RCC માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કાયું લોકાર્પણ

ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

author-image
By Connect Gujarat Desk
New Update
  • રેલવે ગોદી RCC માર્ગનું કરાયું લોકાર્પણ

  • રૂ.2.36 કરોડના ખર્ચે તૈયાર થયો છે માર્ગ

  • એક કિ.મી.લાંબો અને 8 મીટર પહોળા માર્ગ ખુલ્લો મુકાયો

  • ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ માર્ગનું કર્યું લોકાર્પણ

  • રસ્તો ખુલ્લો મુકતા વાહન ચાલકોને રાહત  

ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતા મહત્વના રેલવે ગોદી માર્ગ રૂપિયા 2.36 કરોડના ખર્ચે RCC બનાવવામાં આવ્યો છે,જે માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ RCC માર્ગથી વાહનચાલકોને મોટી રાહત મળશે.આ માર્ગ પરથી દરરોજ નાનામોટા વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો.ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.અંદાજે એક કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ RCC માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી છેજેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળી રહે.

આ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓપદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મૂકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Latest Stories