ભરૂચ: વિરામ બાદ ફરી વરસાદી માહોલ,હાંસોટમાં 5.75 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વીતેલા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો

New Update
ભરૂચ જિલ્લામાં ફરી વરસાદી માહોલ
તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો
હાંસોટમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ
ઇલાવ ગામે કાચા મકાનની દીવાલ ધરાશયી
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.સૌથી વધુ હાંસોટ પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વીતેલા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.75 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું વરસાદી માહોલ વચ્ચે હાંસોટના ઇલાવ ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.જો કે મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 17 મી.મી.,આમોદ  20 મી.મી.,વાગરા 2.5 ઇંચ,ભરૂચ  1.5 ઇંચ,ઝઘડિયા 12 મી.મી.,અંકલેશ્વર  1.5 ઇંચ,હાંસોટ 5.75 ઇંચ,વાલિયા  1 ઇંચ અને નેત્રંગમાં  20  મી.મી.વરસાદ નોંધાયો હતો.
Latest Stories