ભરૂચ: રવિવારની સમીસાંજે વરસાદી મહોલથી વાતાવરણમાં ઠંડક, હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

ભરૂચ શહેરના પાંચબત્તી, શક્તિનાથ, કલેક્ટર કચેરી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે પડ્યું વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

New Update
ભરૂચ શહેરમાં રવિવાર સાંજે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના પાંચબત્તી, શક્તિનાથ, કલેક્ટર કચેરી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે પડ્યું હતું. સપ્તાહના વિરામ બાદ વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વરસાદની મઝા માણવા માટે લોકો બહાર નીકળ્યા અને રવિવારની સાંજ વરસાદી માહોલમાં આહલાદક બની ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લેતા વાતાવરણમાં ઉપરાટ અને બફારાનો અનુભવ થયો હતો જોકે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણ પ્રફુલિત થયું હતું
Latest Stories