ભરૂચ:રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન, શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી

New Update

ભરૂચમાં નવરાત્રીની જામી રંગત

રાજપુત સમાજ દ્વારા કરાયુ આયોજન

નવરાત્રી નિમિત્તે તલવાર રાસનું આયોજન

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા

શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ભરૂચના રાજપૂત સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત  રાજૂપત મહિલા ઉત્સવ સમિતિ આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.નવલા નોરતા નિમિતે આયોજિત ગરબામાં 'તલવાર ગરબા'નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ રમી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા.રાજપૂત સમાજના યુવાન યુવતીઓ તલવાર સાથે ગરબે રમી માતાજીની આરાધના કરી હતી
#Bharuch #Gujarat #CGNews #Rajput Samaj #Women #Navratri #Garba #Talwar Raas
Here are a few more articles:
Read the Next Article