ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય-ઝાડેશ્વર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય...

ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

New Update

તન અને મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન

બ્રહ્માકુમારીઝ-ઝાડેશ્વર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

500થી વધુ ભાઈ-બહેનો રક્ષાબંધનની ઉજવણીમાં જોડાયા

ભાઈઓ પાસે વ્યસનમુક્ત થવાનો સંકલ્પ લેવામાં આવ્યો

મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ બહેનો પણ ઉપસ્થિત રહી

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓ પાસેથી વ્યસનમુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી.

ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે 500થી વધુ ભાઈ-બહેનો ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રભાદીદીએ જણાવ્યું હતું કેતન-મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કેકાયદો લાગુ પડતો નથી. ભાઈને તિલક એટલા માટે કરવામાં આવે છે કેપોતાનામાં રહેલી બુરાઇયો પર વિજય મેળવવા રક્ષાબંધન પર ભાઈનું મોઢું મીઠું કરવા પાછળનું કારણ એ છે કેમીઠાઈ આરોગવાથી મીઠું બોલવાનો આશય રહેલો છે.

બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીઅનીલા દીદીહેતલ દીદીનીમા દીદીટીકુ દીદીજહું દીદી સહિતની બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહી હતી.

Latest Stories