New Update
-
ભરૂચમાં રમઝાન ઇદના પર્વની ઉજવણી
-
ઐતિહાસિક ઇદગાહ મેદાન પર નમાઝ અદા કરાય
-
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
-
એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય
-
શાંતિપૂર્ણ માહોલમાં ઇદના પર્વની ઉજવણી
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી
મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના એતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી.એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશ ઉત્તર પ્રગતિ કરે તેવી મુસ્લિમ આગેવાનો દ્વારા અલ્લાતાલાને બંદગી ગુજારવામાં આવી હતી
Latest Stories