ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી

ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો

New Update

ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજયમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નિકળી હતી.ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ધર્મેશ મિસ્ત્રી,હેમેન્દ્ર પ્રજાપતિ, ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા  સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાએ નગરચર્યા કરી હતી જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.