ભરૂચ: R&B વિભાગ દ્વારા કોલેજ રોડ પર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય, દબાણકારોમાં ફફડાટ

ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.

New Update

કોલેજ રોડ પરના દબાણ દૂર કરાયા. ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે આજ રોજ શહેરના કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

માર્ગના સેન્ટરથી 22 મીટર સુધીમાં કરાયેલ દબાણ હટાવવાની કવાયત હાથ ધરાય હતી. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Latest Stories