ભરૂચ: સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલું છે મંદિર

  • સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે કરાયુ આયોજન

  • ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • વિનાયક ચતુર્થી નિમિત્તે આયોજન કરાયુ

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આજરોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.માગશર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથિ, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે
Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.