ભરૂચના આમોદથી જંબુસરને જોડતો બ્રિજ
ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં
કલેકટરે લીધી હતી મુલાકાત
બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયુ
ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો
ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હતી. મોડે મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે.