ભરૂચ: અંડર ગ્રાઉન્ડ ગટર લાઇનના કારણે બિસ્માર બનેલ માર્ગોનું સમારકામ શરૂ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયુ ખાતમુર્હુત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • વોર્ડ નંબર 11માં યોજાયો કાર્યક્રમ

  • વિકાસના કાર્યોનું કરાયુ ખાતમુર્હુત

  • રૂ.50 લાખના ખર્ચે નિર્માણ પામશે માર્ગો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઇંટવાળાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ દુમવાડમાં આરસીસી રોડ અને વોર્ડ નંબર 11ના 10 જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતર્મુહુતસમારોહ યોજાયો હતો રૂપિયા 50 લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં જુના ભરૂચના તમામ મુખ્યમાર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.