ભરૂચ: વાલિયા TDO સામે સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત પસાર, લોકોને લાભથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ

ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચની વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી

  • વિકાસના વિવિધ કામોને અપાય મંજૂરી

  • તાલુકા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત

  • વિકાસના કામો ન કર્યા હોવાના આક્ષેપ

  • ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને મોકલાય

Advertisment
ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા તારીખ 24 માર્ચના રોજ પ્રમુખ સીતાબહેન વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ બેઠકમાં  TDO વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવી છે.પ્રમુખ સહિત કુલ 13 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઠપક દરખાસ્ત પસાર કરી છે.ઠપકા દરખાસ્તમાં જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ ચાર વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વાલીયાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. 
તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ, સગવડ માટે મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુવિધા સગવડ, સલામતી આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈપણ યોજના અને પ્રોજેક્ટરના અમલ કરવા તેમજ ઈરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવા માટે કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે.તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર થતા ખળભળા મચી જવા પામ્યો છે.
Advertisment
Latest Stories