ભરૂચ: આમોદના મેલડી નગરમાંથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન

નેચર સેવિંગ ફાઉન્ડેશન ટીમે છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. આ બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો

New Update
Python Rescue
ભરૂચના આમોદના મેલડી નગર ખાતે ગત રોજ રાત્રિના સમયે મહાકાય અજગર જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિક રહીશ દ્રારા આમોદ વન વિભાગને જાણ કરતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનમાં કાર્યકર અંકિત પરમાર તેમજ હેમંત પરમારે મેલડી નગરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. આ બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો.
Latest Stories