ભરૂચવાસીઓએ કશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો, 700થી વધુ બુકીંગ રદ્દ !

આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની અસર

  • પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો

  • ભરૂચમાંથી 700 મુસાફરોએ ટીકીટ રદ્દ કરાવી

  • રૂ.8 કરોડના નુકશાનનો અંદાજ

  • લોકોને સતાવી રહ્યો છે ડર

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી છે
તાજેતરમાં કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામ રૂપે ભરૂચ જિલ્લામાં પ્રવાસ ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે. ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર લોકોમાં સુરક્ષાને લઈ ઉદ્દભવેલા ભયને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસને મોટા પાયે રદ્દ કરવામાં આવ્યા છે આંકડાઓ મુજબ 700થી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ્દ કરી છે અને આ દરમિયાન અંદાજે 22,000થી વધુ મૂલ્યની 700થી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે.
ટ્રાવેલ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઉનાળુ વેકેશનના શરુઆતના સમયગાળામાં આ સ્થિતિ સર્જાઈ હોવાને લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યુ હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે. પરિવારો હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા છે.
Latest Stories