New Update
ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં જ સમસ્યા
વિવિધ માર્ગો બન્યા બિસ્માર
શ્રવણ ચોકડી નજીકનો માર્ગ બિસ્માર
20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં
આંદોલનની ચીમકી ઉચ્ચરાય
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર બનતા 20થી વધુ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર સ્થિતિમાં પહોંચી ગયો છે. તાજેતરમાં પાઈપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાને કારણે વરસાદ પડતા જ માટી રસ્તા પર આવી ગઈ છે અને રોડ ખોદકામ પછી બિસ્માર બની ગયો છે.આ માર્ગ પરથી રોજિંદા પસાર થતા હજારો લોકો ખાસ કરીને કંપનીઓમાં નોકરીએ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ, ખાડાઓ અને પાણી ભરાવાને કારણે માર્ગ પાર કરવો મુશ્કેલ બની ગયો છે આ વિસ્તાર નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાઈપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું જરૂરી હતું પણ એ ન થતા 20થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.