ભરૂચ: JB મોદી પાર્ક નજીક નગરપાલિકાની હંગામી ડમ્પિંગ સાઇટ સામે 3 સોસા.ના રહીશોનો વિરોધ, રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

છેલ્લા 4 વર્ષથી આ હંગામી ડંપિંગ સાઇટમાં શહેરનો કચરો ઠાલવવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ દુર્ગંધને કારણે ઘરના બહાર નીકળવું મુશ્કેલી બન્યું છે.

New Update
  • ભરૂચના જેબી મોદી પાર્ક નજીકનો બનાવ

  • નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હંગામી ડમ્પિંગ સાઇટ

  • 3 સોસાયટીના રહીશોએ નોંધાવ્યો વિરોધ

  • રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

  • કચરાના કારણે દુર્ગંધથી લોકો પરેશાન

ભરૂચ શહેરના અજંતા નગર, અંબિકા નગર,મહાવીર નગર સોસાયટી પાસે હંગામી ડંપિંગ સાઇટને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા ભરૂચ શહેરના સાબુઘર પાસે હંગામી ડંપિંગ સાઇડ ઉભી કરવામાં આવતા ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મહાવીર નગર,અંબિકા નગર અને અંજતા નગર સોસાયટીના સ્થાનિકોએ ગંદકી અને દુર્ગંધથી હેરાન પરેશાન બન્યા છે.ત્યારે આજરોજ સ્થાનિકો સ્થળ પર પહોંચી રામધુમ કરી વિરોધ નોંધાવ્યો હતો.
છેલ્લા 4 વર્ષથી આ હંગામી ડંપિંગ સાઇટમાં શહેરનો કચરો ઠાલવવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ દુર્ગંધને કારણે ઘરના બહાર નીકળવું મુશ્કેલી બન્યું છે.ઉપરાંત સ્થાનિકોને પાલિકા કચેરી સહિતની કચેરીઓમાં રજુઆત કરતા તેઓનો કચરો ઉપાડવાનો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો તંત્ર સામે મજબુર બન્યા છે.ત કાયમી માટે આ હંગામી ડંપિંગ સાઇડ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જો આ પ્રવૃત્તિ બંધ નહીં કરવામાં આવે તો આંદોલન સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : જીતાલી ગામેથી ગુમ થનાર મહિલા અને 3 બાળકોને પોલીસે જામનગર માંથી શોધી પરિવારજનો સાથે કરાવ્યું મિલન

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

New Update
Screenshot_2025-09-23-08-21-31-07_439a3fec0400f8974d35eed09a31f914

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

આ ગુમ થયેલ સ્ત્રી અને બાળકો બાબતે પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ & હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી મહિલા તથા તેના બાળકો સાથે જામનગર જીલ્લાના મોરકંડા ગામે રહેતા હોવાનુ બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે જામનગર પહોંચી ત્રણેયને શોધી કાઢયા હતા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.