New Update
-
સોનાના ભાવમાં જબરદસ્ત તેજી
-
રોકાણકારો માટે ફાયદાનો સોદો
-
સુવર્ણકરો મંદીમાં સપડાયા
-
સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો
-
જવેલર્સના વેપાર પર અસર
શેરબજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો પણ આ તેજીના કારણે સુવર્ણકરો મંદીમાં સપડાયા છે.
ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રસંગ અને વાર-તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે. સોનાના આસમાનને આંબતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9750 રૂપિયા વધીને 88000 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે. સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે. કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે. સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. માત્ર બે મહિનામાં રોકાણકારોને ૧૦ હજાર રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે. રોકાણકારો કાચું સોનુ અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણાં બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે.
નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025 મા જ સોનુ પ્રતિ તોલા એક લાખની સપાટીને સ્પર્શે તો નવાઈ નહિ... આ તેજી રોકાણકારો માટે લાપસીનાં આંધણ છે પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઇ રહી છે.
Latest Stories