New Update
-
ભરૂચના વાગરાનો ચકચારી બનાવ
-
જવેલરી શોપમાં લૂંટ
-
બુકાનીધારી ઇસમે ચલાવી લૂંટ
-
જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી
-
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
ભરૂચના વાગરામાં આવેલ જવેલરી શોપમાં ધોળા દિવસે લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે.લૂંટના બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ભરૂચના વાગરામાં જ્વેલરી શોપમાં લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
વાગરાના ભરચક એવા બજાર વિસ્તારમાં આવેલી ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરાર લૂંટારુને ઝડપી પાડવા ચક્રોગતિમામ કર્યા હતા.ધોળે દિવસે જ બજાર વિસ્તારમાં લૂંટના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories