ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ તરીકે રોટેરિયન રચના પોદ્દારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો...

ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સ, એવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.

New Update
Rotary Club of Bharuch

ભરૂચની હયાત પેલેસ હોટલ ખાતે ભરૂચ રોટરી ક્લબના નવા વર્ષના પ્રેસિડેન્ટની ઇન્સ્ટોલેશન સેરેમની  પૂર્વ ધારાસભ્ય અને દાદરા નગર હવેલી અને દીવ-દમણના પ્રભારી દુષ્યાંત પટેલ તેમજ ઓનરરી મેમ્બર વિજય સમારા અને બાલકૃષ્ણ પાટીદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય હતી. 

રોટરી ક્લબ ઓફ ભરૂચના વિદાય લેતા પ્રેસિડેન્ટ રીઝવાના જમીનદારે સ્વાગત પ્રવચન કર્યું હતુંઅને માનદ સેક્રેટરીએ એક્ટિવિટી રિપોર્ટ રજૂ કર્યો હતો. ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સએવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.

વર્ષ 2024-25 માટે રોટરી ક્લબ ઓફ ભરૂચના ઓનરરી મેમ્બર તરીકે વિજય સમાવા અને બાલકૃષ્ણ પાટીદારને અમરદીપસિંહ બુનેટ અને ડીજી તુષાર શાહે સન્માન પત્ર અને પીન અર્પણ કર્યા હતા. વર્ષ 2025-26ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરસિંહ બુનેટે કોન્ફરન્સ ચેરમેન તરીકે પાસ્ટ પ્રેસિડન્ટ રોટરિયન અનીશ પરીખના નામની જાહેરાત કરતા સૌએ પરીખ દંપત્તિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટે તૈયાર કરેલ બુલેટિનનું મહાનુભાવના હસ્તે વિમોચન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ક્રિયા કડકિયા અને રોટરીયન ઉક્ષિત પરીખે કર્યું હતું.

Latest Stories