New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિક્ષકો માટે ગરબા સ્પર્ધા યોજાય
20 શાળાના શિક્ષકોએ લીધો ભાગ
રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
રોટરી કલબ ઑફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ રોટરી ક્લબ અને રોટરી ક્લબના સંયુક્ત પક્રમે રોટરી હોલ ખાતે નવરાત્રી ની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલે તથા ગરબા કલાકાર જસ્મીકા પટેલે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સફળ રોટરી કલબ ઓફ ભરુચ તથા રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરુચની ટીમ, પ્રમુખ રચના પોદ્દાર ,સેક્રેટરી રાહુલ મેહતા, ઈવેન્ટ ચેરમેન ગુંજન મહેતા અને સહ-ચેરમેન કમલજીત કૌર બુનેટ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories