ભરૂચ : રોટરી ક્લબ દ્વારા 8-A સાઈડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, કોર્પોરેટ જગતની 16 ટીમોએ ભાગ લીધો...

ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે જંગ જામશે. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારંભ તા. 19 જાન્યુઆરીએ યોજાશે. જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

New Update
  • પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું આયોજન

  • રોટરી ક્લબ દ્વારા 8સાઈડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  • પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે કરાયું ઉદઘાટન

  • કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે 2 દિવસ જામશે જંગ

  • રોટરી સભ્યો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉપસ્થિતી

Advertisment

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 2 દિવસીય 8-સાઈડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8-સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિનું ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. 18 અને 19 જાન્યુઆરી-2025 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

જેના ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ છેલ્લા 19 વર્ષથી ઉમદા અને સમાજિક કાર્ય કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

ત્યારે આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે જંગ જામશે. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારંભ તા. 19 જાન્યુઆરીએ યોજાશે. જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ આયોજનમાં એકત્રિત થયેલ ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી વધુ વિદ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મદફતર તેમજ બૂટ-મોજાનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે દીવ-દમણ-દાદરા નગર હવેલી ભાજપના પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલરોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદારઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગ અગ્રણી અનિષ પરીખસેક્રેટરી રાહુલ મહેતા સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories