ભરૂચ: રનીંગ ક્લબ દ્વારા સતત ત્રીજા વર્ષે મેરેથોન દોડનું આયોજન

ભરૂચ રનીગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે  મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

મેરેથોન દોડનું આયોજન

રનીંગ ક્લબ દ્વારા સતત ત્રીજા વર્ષે આયોજન

મોટી સંખ્યામાં લોકો જોડાયા

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મન આગેવાનો જોડાયા

ભરૂચ રનીગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે  મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તે દરમિયાન ભરૂચમાં મેરેથો દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રનીંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જે.પી.કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,કલેકટર તુષાર સુમેરા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.સતત ત્રીજા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો
Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા

New Update
scsscs

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.

દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે  નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ  અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.