ભરૂચ: સખી મંડળ દ્વારા દીપાવલી નિમિત્તે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન !

આવનારા દિપાવલી પર્વનાં અનુસંધાને સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં સખી સ્ટોલ ખુલ્લો મુકાયો

પંચબત્તી વિસ્તારમાં શરૂ કરાયો સ્ટોલ

મીઠાઇ અને નમકીન સ્ટોલ શરૂ કરાયો

મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

આવનારા દિપાવલી પર્વનાં અનુસંધાને સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનાં હેઠળ ભરૂચના બહાદુર બુરજ સખી મંડળ દ્વારા સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સનેટરી ચેરમેન હેમાલી રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સખી મીઠાઇ અને નમકીન સ્ટોલ ખાતે ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદ ધરાવતી કાજુ કતરી અને અન્ય મીઠાઇઓ તેમજ નમકીન વ્યાજબી ભાવે મળશે. મહિલાઓનાં વિકાસ માટે સખી મીઠાઈ અને સખી નમકીન એક ઉદાહરણરૂપ છે.આ સખી મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પાંચબત્તી ખાતે સ્ટોલ ઊભો કરી આત્મનિર્ભર મહિલા બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ પ્રસંગે સખી મંડળના પ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને, નયનાબેન ખુમાણ, જયાબેન ડાભી, પૂજાબેન બેદી તથા સખી મંડળની બહેનો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
#Bharuch #Gujarat #CGNews #MLA Ramesh Mistry #Sakhi Mandal
Here are a few more articles:
Read the Next Article