New Update
ભરૂચ શહેર કોંગ્રેસને મળ્યા નવા સુકાની
સલીમ અમદાવાદીની પ્રમુખ તરીકે વરણી
કોંગ્રેસ કાર્યાલય પર યોજાયો કાર્યક્રમ
અભિવાદન સમારોહનું આયોજન કરાયું
કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરાતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદીની નિમણુંક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નગરપાલિકામાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Latest Stories