New Update
-
ભરૂચના વાગરાનો બનાવ
-
કોંગ્રેસ કાર્યાલયમાં ચોરી
-
સરપંચ-ઉમેદવારોના ફોર્મની ચોરી
-
કોંગ્રેસના આગેવાનો થયા દોડતા
-
પોલીસને જાણ કરવામાં આવી
ભરૂચના વાગરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રોની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો
ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં થનારી ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો.ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું હતું. વાગરા કોંગ્રેસ ઓફિસમાં રવિવારના રોજ સાયખા ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ઉમેદવારો ના ફોર્મ વકીલ મારફતે ભરીને તૈયાર કરીને ટેબલના ખાનામાં મૂકીને ઓફિસ બંધ કરી જતાં રહ્યા હતાં.
સોમવારે સવારે ઓફિસ ખોલવામાં આવતાં ફોર્મ ભરેલી થેલી ગાયબ જણાય હતી. પોલીસને જાણ કરવામાં આવતાં સ્ટાફ સ્થળ પર દોડી આવ્યાં હતો. કાર્યાલયના સીસીટીવી તપાસવામાં આવ્યાં હતાં પણ કોઈ સફળતા મળી ન હતી.કોંગ્રેસ પ્રેરિત સરપંચ તેમજ સભ્ય ઉમેદવારને સાયખા ગામથી બોલાવી તાત્કાલિક વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ સુલેમાન પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ચોરી બાબતે વાગરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
Latest Stories