New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલું છે મંદિર
BAPS સ્વામિનારાયણ મંદિરે આયોજન
સત્સંગ દીક્ષા મહોત્સવ યોજાયો
232 જેટલા બાળક-બાલિકાઓએ લીધો ભાગ
સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં સાંસદ મનસુખ વસાવા સાહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં 8,500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ 15,666 બાળ-બાલિકાઓએ વર્ષ 2024-2025 દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનાં 315 સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી સાધના સંપન્ન કરી છે.આ અભિયાન અંતર્ગત ભારતનાં 13,674 અને વિદેશનાં 1,992 બાળ સત્સંગ કેન્દ્રોનાં બાળકો જોડાયા હતા.ભરૂચ ખાતે પણ બી.એ.પી.એસ. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ ‘સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 232 જેટલા બાળ-બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા.કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કોઠારી અનિર્દેશદાસ સ્વામી, ઘનશ્યામજીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories