ભરૂચ: હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાય

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું

  • સત્સંગ સભા યોજાય

  • પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
આવનાર પાંચ જાન્યુઆરી 2025 ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડધમો વાગી ગયા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તા- 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા.જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પ.પૂ. પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યુ હતું.સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. આ સત્સંગ સભાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.
Latest Stories