ભરૂચ: જંબુસરના વેડચ ગામે વિકાસના ધજાગરા ઉડાડતા દ્રશ્યો, જુઓ બાળકો કઈ રીતે જાય છે શાળાએ

સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે

New Update
ભરૂચના જંબુસરના વેડચ ગામના દ્રશ્યો
વરસાદી પાણી ભરાવાની સમસ્યા
પાણીમાં ઉતરી બાળકો જાય છે શાળાએ
તંત્ર પાસે ગામમાં માર્ગ બનાવવાનો નથી સમય
ગ્રામજનોએ આક્રોશ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે બાળકો વરસાદી પાણી વચ્ચે ઉતરીને શાળાએ જવા માટે મજબુર બન્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના છેવાડાના વેડચ ગામે શિક્ષણની બલિહારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોમાસાની સિઝન આવે એટલે  વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવે..કારણ કે વરસાદી પાણી વચ્ચેથી શાળાએ જવુ તો જવું કઈ રીતે...વેડચ ગામે વરસાદી પાણીનો ભરાવો થાય છે પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન હોવાના કારણે ઘૂંટણ સમા પાણીમાં બાળકો ઉતરીને શાળાએ જાય છે.

આ સમયે તેમના યુનિફોર્મ અને ચોપડા પણ ભીંજાઈ જાય છે.આ સમસ્યા અંગે વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વર્ષોથી છે.તેના કારણે બાળકો સાથે ગ્રામજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી.

સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે આવનારા દિવસોમાં જો તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે

Latest Stories